સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી, સંચાલિત એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન કડીમાં તા. 10/08/2024 ના રોજ “દેશભક્તિ ગીત સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કુલ 17 જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબર અમિતસિંહ રાઠોડ, દ્વિતીય નંબર અવંતિકા ચોધરી અને તૃતીય નંબર નિશા દત્તે પ્રાપ્ત કરેલ. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે શ્રી રામપ્રસાદ શાસ્ત્રી તેમજ શ્રી જીગ્નેશભાઈ ગોસ્વામીએ સેવા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. તેજસ એ. ઠક્કર દ્વારા પ્રિન્સિપાલ શ્રી ડૉ.ભાવિક એમ. શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. August 10, 2024 by Cb 24 News