અંબાજીઃ ગુજરાતના ખ્યાતના શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળના પરંપરાગત પ્રસાદના બદલે ચીકીનો પ્રસાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેનો વિરોધ હજુ પણ શાંત પડવાનો નામ લઈ રહ્યો નથી. હવે આ મામલે હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવાની તૈયારી કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના મામલે ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યના મંદિરોમાં સ્તુતિ કરીને મોહનથાળનો પ્રસાદ વહેંચવામાં આવશે. મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો તેને 9 દિવસ થયા છે.
મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના મુદ્દે મંત્રી અશોક રાવલના નેતૃત્વમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંતો તથા ભક્તોને પણ ધરણામાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. આ સાથે અંબાજીના બજારોમાં આવેલી દુકાનો સ્વૈચ્છિક રીતે બંધ રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ
3 અને 14 માર્ચે આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
મોહનથાળ બંધ કરે અઠવાડિયાથી વધુ સમય થયો
અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ છેલ્લા 9 દિવસથી બંધ કરી દેવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા પણ પરંપરાગત પ્રસાદ આપવાની પ્રથા ચાલુ રાખવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે. અંબાજીમાં મોહનથાળના બદલે પ્રસાદમાં ચીકી આપવામાં આવી રહી છે તેની સામે અહીં આવનારા શ્રદ્ધાળુઓ પણ વિરોધ નોંધાવી ચુક્યા છે.
જે પ્રકારે મોહનથાળનો પ્રસાદ લેવા માટે ભક્તોની ભીડ પ્રસાદ કેન્દ્ર પર રહેતી હતી તેમાં પણ ઘટાડો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વડોદરાના એક દર્શનાર્થીએ જણાવ્યું કે, હું જ્યારે અહીં મોહનથાળનો પ્રસાદ મળતો હતો ત્યારે 10 જેટલા બોક્સ લઈને જતો હતો, ચીકીના પ્રસાદની ના નથી પરંતુ મોહનથાળનો પરંપરાગત પ્રસાદ ચાલુ રાખવો જોઈએ. અહીંથી જે મોહનથાળનો પ્રસાદ મળતો હતો તેનું બોક્સ ખોલતાની સાથે જ ખ્યાલ આવી જતો હતો કે તે અંબાજીનો છે.
અંબાજી મોહનથાળ પ્રસાદ બંધનો મામલો
પ્રસાદને લઈને વિશ્વ હિન્દુ પરિષદ મેદાને આવ્યું
આજથી વિશ્વ હિન્દુ પરિષદ ધરણા કરશે #Gujarat #Ambaji pic.twitter.com/myNlVSx3Uy— News18Gujarati (@News18Guj) March 11, 2023
મામલો હાઈકોર્ટમાં પહોંચશે?
એવી પણ વિગતો મળી રહી છે કે અંબાજીમાં પરંપરાગત પ્રસાદને બંધ કરવાના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરીને હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવી શકે છે. આગામી અઠવાડિયે આ મામલે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર