ભાદરવી પૂનમના મહમેળાને લઈને અંબાજી મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે, મંદિરના ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈ છે. માં અંબાના ધામમાં અદ્દભૂત નજારો જોવા મળી રહ્યો છે. સુવર્ણ મંડીત માતાજીનું મંદિર અવનવી રોશનીના શણગારથી દેદીપ્યમાન બન્યું છે, જેને લઈને મંદિરનો ઑલોકિત નજારો જોઈ ભક્તો આનંદિત થઈ ઉઠ્યા છે. રાત્રિ સમયે આ નજારાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. લાખોની સંખ્યામાં માનવમહેરામણમાંના ચરણોમાં દર્શનાર્થે ઉમટી રહ્યું છે. લાખોની સંખ્યામાં આવતા પદયાત્રિકો, સંઘમાં આવતા યાત્રિકો, રથ, માંડવી, ગરબા અને ધજા લઈને આવતા માઇભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી ધામને જય અંબે. બોલમાડી અંબેના નાદથી સતત ગજવી રહ્યો છે. શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમથી યાત્રાધામ અંબાજીમાં મિનિકુંભનો માહોલ સર્જાયો છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાદરવી મેળાને યાદગાર બનાવવા અંબાજી મંદિરને ભવ્યાતિભવ્ય રોશનીથી શણગારાયુ છે. જેનો એક વીડિયો સામે આવ્યો છે. નોંધનીય છે કે આ શક્તિપીઠ કે જ્યાં માતાજીનું હૃદય બિરાજમાન છે ત્યાં માં ના ચરણમાં શીશ નમાવવા આવતા માઇભક્તોનું હૃદય પણ આનંદ અને ઉલ્લાસની અનુભૂતિ કરે અને માના ધામમાં પ્રવેશતાં જ માઇભક્તો આફરીન પોકારી ઉઠે એવો રોશનીનો ઝગમગાટ કરાયો છે. અંબાજીમાં શક્તિપીઠ સર્કલથી માતાજીના મંદિરમાં પ્રવેશવાના મુખ્ય ગેટ શક્તિદ્વાર તથા મંદિરના ચાચર ચોક અને મુખ્ય મંદિરને અદ્દભૂત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું છે.
हमारा ऐप डाउनलोड करें
- Cb 24 News
- November 24, 2023
- 9:09 am
- No Comments
અંબાજી મંદિર: માં એ સજ્યો સોળે શણગાર
Share this post: