July 25, 2024 6:36 pm

फॉलो करें

શેઠ એમ એન હાઇસ્કુલ, પાટણ નું ગૌરવ


રંગોળી સ્પર્ધામાં વિજેતા થવા બદલ પ્રજાપતિ ભવ્યા નું જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા ઇનામ અને પ્રમાણપત્ર આપી કરાયું સન્માન

લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. સ્વીપ 2024 મતદાર જાગૃતિ અંતર્ગત મહિલા મતદારો ,PWD વોટર્સ, યુવા મતદારો, 85 વર્ષથી વધુ ઉંમર ના વયોવૃદ્ધ વગેરે તમામ મતદારો મતદાન કરવા કટિબદ્ધ બને તે હેતુથી 18 પાટણ વિધાનસભા વિસ્તારમાં શાળા કક્ષા, CRC કક્ષા, BRC કક્ષા તેમજ પાટણ વિધાનસભા વિસ્તાર માં રંગોળી સ્પર્ધા યોજાઈ ગઈ.
જેમાં ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત *શેઠ એમ એન હાઇસ્કુલ પાટણ* ની વિદ્યાર્થીની
પ્રજાપતિ ભવ્યા સુરેશકુમારે શાળાના ઉત્સાહી માર્ગદર્શક શિક્ષિકા ડૉ.ગીતાબેન ના માર્ગદર્શન નીચે CRC કક્ષાએ પ્રથમ નંબર, BRC કક્ષાએ દ્વિતીયક્રમ તેમજ A.R.O. તાલુકા કક્ષાએ તૃતીય નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે.
અમારી *શાળા શેઠ એમ. એન. હાઇસ્કુલ* ની દીકરી પ્રજાપતિ ભવ્યા ને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ના હસ્તે ઇનામ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવી હતી.
રંગોળી સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ શાળાના બાળકોએ સુંદર મજાની રંગોળીઓ તૈયાર કરી મતદાન જાગૃતિ અંતર્ગત ઉત્તમ સંદેશ ફેલાવ્યો હતો.
પાટણ વિધાનસભા કક્ષાની આ રંગોળી સ્પર્ધામાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અશોકભાઈ ચૌધરી એ હાજર રહો વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન્યા હતા અને આ કાર્યક્રમની સરાહના કરી હતી.
શાળાનું ગૌરવ વધારવા બદલ દીકરી ભવ્યા ને તથા માર્ગદર્શક શિક્ષિકા બેન શ્રીમતી ડૉ.ગીતાબેન ને આચાર્ય શ્રી ધનરાજભાઈ ઠક્કર તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા ઢેર સારી શુભકામનાઓ પાઠવી અભિનંદન પાઠવ્યા હતા.

Share this post:

Leave a Comment

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल