December 21, 2024 5:00 pm

Deesa: 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં કિર્તીદાન ગઢવી ડાયરાની રમઝટ બોલાવશે, ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ  અંબાજી ખાતે તા.12 ફેબ્રુઆરીથી 16 મી ફેબ્રુઆરી-2023 દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે ધર્મ અને સંસ્કૃતિના સમન્વયને ઉજાગર કરતા ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ પ્રસંગે અંબાજી ગબ્બર તળેટી ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી લોક ડાયરની રંગત જમાવશે.

વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા.12 ફેબ્રુઆરી થી 16 મી ફેબ્રુઆરી-2023 દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે ધર્મ અને સંસ્કૃતિના સમન્વયને ઉજાગર કરતા ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ પ્રસંગે અંબાજી ગબ્બર તળેટી ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

News18

યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા કલેક્ટર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે સાંજે-7:30 કલાકે ગબ્બર તળેટી પ્રવેશદ્વાર પાર્કિગ પાસે યોજાનાર આ કાર્યક્રમમાં તા. 12 મી ફેબ્રુઆરીએ કલાકાર સાંત્વની ત્રિવેદી અને તા. 13 ફેબ્રુઆરીના રોજ ખ્યાતનામ કલાકાર કીર્તીદાન ગઢવી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી લોક ડાયરની રંગત જમાવશે.

News18

જ્યારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તા. 14 ના રોજ પાર્થિવ ગોહિલ, તા.15 ના રોજ સાંઇરામ દવે અને તા. 16 ફેબ્રુઆરીના રોજ કિંજલ દવે સહિતના કલાકારો ભક્તિ રસની રમઝટ બોલવાશે.

News18

રાજ્ય સરકાર તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આયોજીત ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ માં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા ભરતનાટ્યમ, પ્રાર્થના, ગરબો, શાસ્ત્રીય અને ભક્તિ સંગીત, રામની રમઝટ, દુર્ગા સ્તુતિ ભરત નાટ્યમ, લોક નૃત્ય ગરબો, ગરબે ઘૂમે, સંતવાણી સાહિત્ય મા આરાધના અને લોક ડાયરો યોજાશે.

News18ગુજરાતી


News18ગુજરાતી

જેમાં ઉપસ્થિત રહેવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Share this post:

Leave a Comment

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल