અંબાજીઃ હિન્દુઓના પવિત્ર યાત્રાધામમાં અંબાજી મંદિરનું સ્થાન મોખરે છે. પૌરાણિક માન્યતા અનુસાર, દેવી સતીનું હૃદય આ જગ્યાએ પડ્યું હતું. ત્યારે આ શક્તિપીઠમાં મળતો મોહનથાળનો પ્રસાદ ખૂબ જ વખણાય છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, આ મોહનથાળનો પ્રસાદ બંધ થાય તેવી શક્યતા છે.
વર્ષોથી આ મંદિરમાં મોહનથાળનો પ્રસાદ માઇભક્તોને આપવામાં આવે છે. ત્યારે આ પ્રસાદ બંધ કરવાની હિલચાલ ચાલી રહી હોય તેવું જાણવા મળ્યું છે. તેને લઈને શ્રદ્ધાળુઓમાં નારાજગી જોવા મળી રહી છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર જાણકારી બહાર પાડવામાં આવી નથી.
આ પણ વાંચોઃ
સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર બ્રિજ પડ્યો, વીડિયો વાયરલ
એકાદ દિવસ ચાલે તેટલો સ્ટોકઃ એજન્સી
એજન્સીના સૂત્રોએ જણાવ્યુ છે કે, ‘નવો પ્રસાદ બનાવવાનો ઓર્ડર મળ્યો નથી અને હાલ એક દિવસ ચાલે તેટલો જ મોહનથાળનો સ્ટોક પડ્યો છે.’ ત્યારે સવાલ એ ઊભા થાય છે કે, હવે મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવામાં આવશે?
News18ગુજરાતી
મોહનથાળનો સ્ટોક પડ્યો છેઃ કલેક્ટર
એક અહેવાલમાં કલેક્ટરે આ મામલે જણાવ્યુ હતુ કે, ‘અંબાજીમાં ચીકી માટેનું ટેન્ડર પૂરું થઈ ગયું હતું તે નવું આપી દેવામાં આવ્યું છે. ભોજન માટેનું ટેન્ડર પણ નવું આપવામાં આવ્યું છે. મોહનથાળનો સ્ટોક હાલ પડ્યો છે. તેથી નવા ટેન્ડરની સૂચના આપવામાં આવી નથી.’
ઉલ્લેખનીય છે કે, ઘણાં વર્ષોથી આ મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિર દ્વારા ભક્તોને આપવામાં આવે છે. ત્યારે અચાનક આ પ્રસાદ બંધ થશે તો લોકોમાં નારાજગી ફેલાશે. તેટલું જ નહીં, માઇભક્તો મોટા પ્રમાણમાં પ્રસાદનો સ્ટોક ખરીદીને લઈ જતા હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર